ઇ-બૂક ઇન અને છપાયેલાં પુસ્તકો આઉટ?… સ્થિતિ હજી પરોઢ પહેલાંના અંધારાની છે.

ઇ-બૂક ઇન અને છપાયેલાં પુસ્તકો આઉટ?

આપણી વાત//અતિથિ કટાર//રમેશ તન્ના
સર્જક ઉદ્ ગાર//માસિકમાંથી સાભાર

મનુભાઇ પંચોલી ‘દર્શક’ દાદાએ વર્ષો પહેલાં રાધનપુરમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં એવું કહ્યાનું યાદ છે કે સાહિત્યકારોએ સામાન્ય વાચક સુધી પહોંચવા માટે અદ્યતન ઉપકરણોનો પણ ઉપયોગ કરવો જોઇએ. તેમનો ઇશારો ટેલિવિઝન, ફિલ્મો વગેરે તરફ હતો. વર્ષો પહેલાં મનુદાદા જે જોઇ શક્યા હતા તે ટૅક્નોલૉજીથી તરબતર સમયકાળ હોવા છતાં ગુજરાતી પ્રકાશકો હજી કેમ જોઇ શકતા નથી તેની નવાઇ લાગે છે.

ટૅક્નોલૉજીને કારણે સમગ્ર વિશ્વમાં, લગભગ તમામ ક્ષેત્રોમાં પરિવર્તનો આવ્યાં છે. એમાંથી વાચન અને લેખનનું ક્ષેત્ર પણ સહેજે બાકાત નથી. સમગ્ર વિશ્વમાં અત્યારે ડિજિટલ પુસ્તકો અથવા ઇ-બુક્સની બોલબાલા વધી રહી છે. એ કબૂલ છે કે હજી આવનારાં ઘણાં વર્ષોમાં માણસજાત છપાયેલાં પુસ્તકોનો ઉપયોગ કરશે, પરંતુ ઇ-બુક્સનું પ્રભુત્વ પણ ઘણું વધવાનું છે. અત્યારના ડિજિટલના યુગમાં કાગળનાં પુસ્તકોનું સ્થાન ઇ-બુક લઇ રહી છે. આપણે ત્યાં ભારતમાં ઇ-બુક્સનો હજી પ્રારંભકાળ છે. પરંતુ અમેરિકા સહિતના અનેક દેશોમાં ઇ-બુક્સ હવે છપાયેલાં પુસ્તકોને ઓવરટેઇક કરી રહી છે. ‘ઍસોસિયેશન ઑફ અમેરિકન પબ્લિશર્સ’ના અહેવાલ પ્રમાણે તો પ્રિંટેડ બુક કરતાં ઇ-બુક આગળ નીકળી ગઇ છે. અમેરિકામાં ઇ-બુક્સના વેચાણની ટકાવારી 202.3 ની છે. જ્યારે તેની સરખામણીમાં છપાયેલાં પુસ્તકોના વેચાણમાં 34.4 ટકાનો ઘટાડો થયો છે. અંદાજ એવો છે કે સન 2014-15 સુધીમાં તો ઇ-બુક્સ છપાયેલાં પુસ્તકોનું અડધું માર્કેટ કબજે કરી લેશે.

સોની કંપનીએ સન 2010માં ‘રીડર’, એમેઝોન કંપનીએ ‘કિન્ડલ’ અને એ પછી એપલ કંપનીએ ‘આઇપેડ’ બજારમાં મૂક્યા પછી ઇ-બુક્સની દુનિયામાં ભારે હલચલ મચી ગઇ છે. લોકો હવે કમ્પ્યૂટરના સ્ક્રીન પર પુસ્તકો વાંચે છે. અત્યારે ઇ-બુક્સના વેચાણમાં એમેઝોન નંબર વન છે. 50 ટકા બજાર પર તેનો કબજો છે. તેની સરખામણીમાં બાર્સ ઍંડ નોબેલ કંપનીના 20 ટકા અને સોની કંપનીના પાંચ ટકા છે. અલબત્ત એપલ કંપની હવે આ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી આગળ આવી રહી છે.

ઇ-બુક્સના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો પર્યાવરણની બચતનો છે. છપાયેલાં પુસ્તકો માટે હજારો લાખો વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે.ઇ-બુક્સમાં કાગળની જરૂર જ નથી. બીજી વાત છે કિંમતની. છપાયેલાં પુસ્તકોની સરખામણીમાં ઇ-બુક્સની કિંમત ઘણી નીચી હોય છે. વળી, પુસ્તકો રાખવા માટે હવે લોકો પાસે જગ્યા નથી ત્યારે ઇ-બુક્સ તેમાં ખૂબ ઉપયોગી છે. સૌથી મોટી વાત છે નવી પેઢીની આદતની. હવે નવી પેઢી પેઢી અત્યંત કમ્પ્યૂટર અને ટૅક્નોલૉજી ફ્રૅંડલી છે. તેની પાસે જો છપાયેલાં પુસ્તક અને ઇ-બુક્સ એમ બે વિકલ્પો હોય તો તે ઇ-બુક્સનો વિકલ્પ પસંદ કરશે.

અમેરિકાસ્થિત અતુલભાઇ રાવલ (અગ્રણી સર્વોદય કાર્યકર ગોવિંદભાઇ રાવલના સુપુત્ર) ગુજરાતી પ્રકાશન વિશ્વમાં ઇ-બુકનું વાતાયન ખોલવા મથી રહ્યા છે. થોડા સમય પહેલાં તેઓ ગુજરાતમાં આવ્યા ત્યારે પ્રકાશકો સાથે બેઠક કરીને તેમણે આ અંગે વિચારવિમર્શ કર્યો હતો. અલબત્ત, સ્થિતિ હજી પરોઢ પહેલાંના અંધારાની છે. પરોઢ થવાની તૈયારી છે. ગુજરાતીઓ સમગ્ર વિશ્વના 100થી વધુ દેશોમાં પથરાયેલા છે. તેઓ પોતાની માતૃભાષા ગુજરાતીને ખૂબ ચાહે છે. ગુજરાતીમાં પુસ્તકો વાંચવા સતત આતુર રહે છે. આ સ્થિતિમાં ગુજરાતી ભાષામાં ઇ-બુક્સની પ્રવૃત્તિ ખૂબ ઝડપથી વેગ પકડશે તેમાં કોઇ શંકા નથી. સવાલ ફક્ત એટલો જ છે કે આ પ્રવાહમાં આપણે કેટલી ઝડપથી ઝંપલાવીએ છીએ અને વિશ્વના તાલ સાથે તાલ મિલાવીએ છીએ.
–રમેશ તન્ના

Posted in Uncategorized | Leave a comment

Ekatra appears in Mumbai Samachar

એકત્ર ઃ ગુજરાતી સાહિત્ય હવે ફક્ત એક ક્લિક દૂર

ગુજરાતી સાહિત્ય કે નવલકથા વાંચવાનું મન થયું છે પણ શોધવું ક્યાં? પણ ચિંતા ન કરતા. એ હવે છે ફ્કત એક ક્લિક દૂર. ‘એકત્ર’ એ એવું સ્થાન છે જ્યાં તમે તમારી અંગત બુકશેલ્ફ તમારી સાથે ક્યાંય પણ લઈ જઈ શકો છો. ડિજિટલ ઓડિયો બુક્સનું વિશાળ કલેક્શન અહીં જોવા મળશે. તમારા આઈપેડ, આઈફોન કે આઈપોડ, લેપટોપ કે ડેસ્કટોપ પર ‘એકત્ર’ નિઃશુલ્ક એપ્લીકેશન કરીને તમારું ગમતું પુસ્તક કે મેગેઝીન તમે પૈસો ખર્ચ્યા વિના વાંચી શકો છો, સાંભળી શકો છો ને ઈચ્છો તો ખરીદી શકો છો. એ માટે પહેલાં ગૂગલ કે એપલ પરથી ફ્રી એપ્લીકેશન ડાઉનલોડ કરો. એકત્ર બુક સ્ટોર શોધો અને બસ તરત જ વાંચવાનું કે સાંભળવાનું શરૂ કરો. ‘એકત્ર’ના સ્થાપક અતુલ રાવલ અમેરિકાના ફ્લોરિડામાં રહીને ગુજરાતી સાહિત્ય પરત્વેની એક પૅશનના ભાગરૂપે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘‘ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલા પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એક એવી બારી છે જ્યાંથી તમારા મોબાઈલથી લઈને ડેસ્કડોપ પર તમારું ગમતું પુસ્તક તમે વાંચી શકો છો, સેવ કરી શકો છો.’’

‘એકત્ર’માં જુદા જુદા વિભાગો પણ છે જેમાં ફિકશન-નોવેલ્સ, ઓડિયો બુક્સ, ટુંકી વાર્તા, ગાંધી વિચાર, બાળ સાહિત્ય, કવિતા, ગુજરાતી સાહિત્ય, ન્યુ એજ એન્ડ સ્પિરિચ્યુઆલિટી, સ્વવિકાસનાં પુસ્તક, જીવનકથા-આત્મકથા, બિઝનેસ-ઈકોનોમિક્સ, ફાઈનાન્સ, પોલિટિક્સ અને કરન્ટ ઈવેન્ટ્સ, હેલ્થ, કૂકિંગ, શિક્ષણ અને કેળવણી સંબંધી અનેક પુસ્તકો ઉપલબ્ધ છે. ઈન્ટલેક્ચ્યુઅલ રીડિંગનો આ ઉત્તમ વિકલ્પ છે. અહીં પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી શકાય અને ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા છે. ‘એકત્ર’માં હિન્દી તથા અન્ય ભારતીય ભાષાઓ પણ ઉપલબ્ધ છે. કોઈ પણ સ્થાને સાહિત્યને સાથે લઈને હવે તમે ચાલી શકો છો! કેવું અદ્ભુત! જગતને જોવાની બારી તમારી સાથે જ! www.ekatrabooks.com પર લોગ ઓન થઈને વાંચવા સજ્જ થઈ જજો તમારું પોતાનું ગમતું સાહિત્ય.

Posted in Uncategorized | 1 Comment

Big News! Ekatra for iPad & for iPhone has arrived…

Experience the Future of Indian Literature. Ekatra comes to iPad and iPhone! Download, Read, Listen to & even Publish your books now!

http://itunes.apple.com/ee/app/ekatra-books-for-ipad/id419845702?mt=8
 
http://itunes.apple.com/us/app/ekatra-books-for-iphone/id424170666?mt=8
 
 
 
Posted in Uncategorized | Leave a comment

“એકત્ર” : પરિચય

આધુનિક સમયમાં, ટેકનોલોજીના વ્યાપક એવા ઉપયોગથી, જયારે જીવનનાં તમામ વ્યવહારો કરવાની પદ્ધતિઓમાં પરિવર્તનો આવી રહ્યા છે, જેમ કે, બેંક-રેલ્વેની કામગીરી વિ., તો પછી લેખન-વાચનની પ્રવૃત્તિમાં કેમ નહીં?

ગુજરાતી લેખન-વાચનની પ્રક્રિયામાં, ટેકનોલોજીના ઉપયોગ વડે આવી રહેલાં પરિવર્તનને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય. ‘એકત્ર’ એવી એક બારી છે જ્યાંથી, જેમ ઘરની છાજલીઓ પરથી પુસ્તકો લઇને વાંચી શકાય તેમ કોમ્પુટરના સ્ક્રીન પર આ પુસ્તકો વાંચી શકાય. આંગળીના ટેરવેથી જેમ પુસ્તકનાં પૃષ્ઠો ઉથલાવીએ છીએ તેમ જ પૃષ્ઠો ઉથલાવતાં જઇને વાંચવાની એક ડિજિટલ વ્યવસ્થાને ‘એકત્ર’ના નામે ઓળખાવી શકાય.

‘એકત્ર’માં ભારતીય સાહિત્યનાં પુસ્તકો ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે. આરંભ તો ગુજરાતી ભાષાના પુસ્તકોથી કરવાનો છે, પણ પછી અન્ય ભારતીય ભાષાઓને પણ એમાં સમાવતા જઇને, એક અખૂટ પુસ્તકોની શ્રેણી ‘એકત્ર’માં ઉપલબ્ધ કરવાનો ઇરાદો છે. નવા પ્રકાશનો, પૂર્વેનાં પ્રકાશનો અને એમ સાહિત્યનાં ક્ષેત્રમાં સમાવી શકાય એવાં તમામ પુસ્તકોને અહીં જગ્ગા આપવાની છે. અહીં આ પુસ્તકોને ડાઉનલોડ કરીને સાચવી પણ શકાય અને અથવા ઓનલાઈન પણ વાંચી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી છે.

‘એકત્ર’માં પુસ્તકો ઉપરાંત ઓડિયો બુક્સ પણ ઉપલબ્ધ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. કોમ્પુટરની મદદથી પુસ્તકોને વાંચવાની સાથે સાથે જ સાંભળી શકાય એવી પણ એક વ્યવસ્થા ઊભી થઈ શકે એમ છે. અને આમ કરીને, સાહિત્યને શ્રવણ દ્વારા પામવાની એક અદ્ભુત અનુભૂતિ સુધી લઈ જનારી શક્યતાને પણ સાકાર કરવી છે.

સામયિકોનું પ્રકાશન પણ ‘એકત્ર’માં થાય એમ ઇચ્છનીય છે. હાલ પ્રકાશિત થઈ રહેલા સામયિકો ઉપરાંત ‘એકત્ર’ દ્વારા સંપાદિત સામયિકને પણ અહીં પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.

‘એકત્ર’ દ્વારા સાહિત્ય સાથે જોડવા માટે જે એપ્લીકેશન જરૂરી છે તે ‘એપલ’ અને ‘ગુગલ’ પરથી વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. કોઈ પણ ઉપકરણ દ્વારા ‘એકત્ર’ સુધી પહોંચી શકાય એવી ગોઠવણ કરવામાં આવી રહી છે. મોબાઈલથી લઈને કોમ્પુટર સુધીના સાધનોમાં ‘એકત્ર’ દ્વારા પુસ્તકો વાંચી શકાય એમ છે.

ગુજરાતી સાહિત્ય અને પછી ભારતીય સાહિત્યને, કોમ્પુટરની એકજ ક્લિક દ્વારા, આંખ સામે રજૂ કરવું કે પછી કાન દ્વારા પામવું, એવી અનુકૂળતા ઊભી કરી આપનારી વ્યવસ્થા, નામે ‘એકત્ર’ને આવકારીએ અને આપણાથી શક્ય હોય તેટલો સહકાર આપી આ પ્રયત્નને આગળ લઈ જઈએ.

www.ekatrabooks.com પરથી આગળની માહિતી મેળવી શકાય.

-અતુલ રાવલ

Posted in Uncategorized | 1 Comment

An e-home of Indian literature.

Ekatra strives to bring Indian literature to readers miles away from India.

Posted in Uncategorized | Leave a comment